Wednesday, December 29, 2010
Thursday, December 23, 2010
Wednesday, December 22, 2010
Sunday, December 12, 2010
Friday, December 3, 2010
Monday, November 29, 2010
ટન...ટન...ટન...
ટન...ટન...ટન...
વેકેશન ની મસ્તી મુકો ને
સમય આવ્યો નિશાળે જવાનો
ભાગો.... દોડો....ભાગો....દોડો...
હોર્ન વાગ્યું ગાડીનું ...
બીપ..બીપ..બીપ..
યુનિફોર્મ પહેરીને -
દફતર ને પાણીની બોટલ લઇ ને
દોડ્યું આવતીકાલનું ભવિષ્ય ....
"ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ "
ને નિશાળ થઇ ચાલુ...
ટન...ટન...ટન....
- નંદિની
Friday, November 19, 2010
Friday, November 12, 2010
સપનાં...
સપના ....
શું કહું હું સપનાં વિષે ... શમણાં ... ખ્વાબ ... કે એથી વિશેષ આપણી પોતિકી દુનિયા ...
જ્યાં મારા જેવા લાખો લોકો જોતા હશે ને સાકાર કરતા હશે ... અને તૂટે તો ફરીથી નવી કુંપળ ફૂટે તેમ નવા સપનાં જોવાના ને બમણા જોશ થી તેને પુરા કરવાના ...એક કવિ એ તો એમ પણ કહ્યું છે ; મારે એ સ્વપ્નાં જોઈએ છે . પણ એ લોકો ને મારા સ્વપ્નાં જોઈએ છે તેનું શું ? દરેક જણ ને બીજા ના સ્વપ્નાં ખુબસુરત લાગે છે. કાબરચીતરા ને અટકચાળા સપનાં ક્યારેક સાચા પડે ને ક્યારેક સોનેરી હરણ બની ને અદૃશ્ય થઇ જાય છે .સાયકલ પરથી એક્ટીવા ને પછી નાની કાર કે MERC મિજાજે મિજાજે બદલાય છે સપનાં ...
તો ક્યાંક નોકરી માં તરક્કી ને તો ક્યાંક બિઝનેસમાં ... તો વળી ક્યાંક અવ્વલ નંબરે પાસ થવાના સપનાં ... તો પોતાના પ્રિયજન નો સાથ પામવાના સપનાં ... ઇન્દ્રધનુષી સપનાં કે પછી black and white સપનાં
પણ સપનાં તો સપનાં જ છે જે જોવા મને તો ખુબ ગમે ને સાકાર કરવા ના પ્રત્યનો પણ એજ જુસ્સા થી કરવું ગમે ...સપનાં માં સાચું શું ને ખોટું શું એ તો મસ્ત મીઠા શમણાં છે ...રોજ રાતે આપણે જીવીએ છીએ એક અલગ દુનિયા જ્યાં બધીજ ગણતરી ઓ ખોટી પડે ને ...શરુ થાય એક સ્વપ્ન યાત્રા …દરેક ના જીવનમાં સપનાં ની એક અનેરી દુનિયા જાગ્રત હોય છે ને નિદ્રાધીન થાય ત્યારે એ દુનિયા મા સારી પડે છે.
સપનાં માં મેં જોયા શમણાં ને શમણાં થયા આપણા ખ્વાબ ...ને મળ્યો એક મનગમતો એહસાસ. ને તારો સંગ મારી પોતાની જ એક આગવી દુનિયા છલોછલ છતાં પણ બધા થી અલિપ્ત ....
સપના ને આજે પાંખો આવી
- ને મને પણ...
...હું પણ ઊડી તારી સાથે ઝંખના ની પેલે પાર....
- ને મને પણ...
...હું પણ ઊડી તારી સાથે ઝંખના ની પેલે પાર....
જયારે મને મન થાય ત્યારે હું તને મારા સપનાં મા બોલાવી લઉં છું ને તારી સાથે ખુબજ વાતો કરું છું. નાજુક ને નમણી યાદો ની સેજ સજાવી.ને -
આપણું મન એટલે એક આવનજાવન શમણાં ની.
આંખોમાં શમણાં ને
રોજરોપું છું...ને
- હકીકત બને તે
પહેલા શમણાં
ઊડી જાય છે ..!
રોજરોપું છું...ને
- હકીકત બને તે
પહેલા શમણાં
ઊડી જાય છે ..!
-નંદિની
Sunday, October 24, 2010
Monday, October 18, 2010
શ્વાસ
મીઠી મહેકતી પળો
આજે પણ
મારા શ્વાસ માં...
ધબકે છે ...
શું તારા
શ્વાસ માં પણ .....???
- નંદિની
(૧૮.૧૦.૧૦)
આજે પણ
મારા શ્વાસ માં...
ધબકે છે ...
શું તારા
શ્વાસ માં પણ .....???
- નંદિની
(૧૮.૧૦.૧૦)
Friday, October 15, 2010
Wednesday, October 13, 2010
Tuesday, October 12, 2010
Friday, October 1, 2010
Friday, September 24, 2010
પ્રેમ એટલે શું ?
પ્રેમ એટલે પ્રેમ... તેની કોઈ ઉત્તમ ભાષા હોય તો તે છે "સ્પર્શ". હજુ પણ તાર ઓપ્રથમ સ્પર્શ મારા હૃદયના એક ખૂણા માં વસે છે. તે યાદ કરતા હું રોમાંચિત થઇ જાઉં છું. શું તે આવું ક્યારે અનુભવ્યું છે ? શું તને પણ પ્રેમમાં ગીતો ગાવાનું કે લખવાનું , સીટી વગાડવાનું , કોઈ ગીત રેડિયો પર ચાલતું હોય તો એની તાલ પર મગ્ન થઇ ને નાચવાનું મન થતું હશે ? શું ...? શું ...? શું...? આવા તો અસંખ્ય પ્રશ્નો એ મારા મનમાં વસવાટ કર્યો છે. તું મળીશ ને ત્યારે તને બધાંજ પ્રશ્નોના હું પૂછીશ; પણ તું મળે છે ત્યારે આપણી વચ્ચે એક જ ભાષા હોય છે "મૌન" .... ને એ મૌન માં મારા તમામ પ્રશ્નો મીણબત્તી ની જેમ ઓગળી જાય છે.
- નંદિની
Wednesday, September 22, 2010
મીણબત્તી ની (Minbatii ni jem)
પીગળી રહી છું મીણબત્તી ની જેમ
સળગી રહી છું ધૂપસળી ની જેમ
ક્યાંક અજવાળું ફેલાવું છું
તો
ક્યાંક સુગંધ ફેલાવું છું...
...નંદિની
સળગી રહી છું ધૂપસળી ની જેમ
ક્યાંક અજવાળું ફેલાવું છું
તો
ક્યાંક સુગંધ ફેલાવું છું...
...નંદિની
Tuesday, September 21, 2010
મને ફૂલ બનવાના કોડ (Mane phul banva na kod)
એક દિવસ
મને ફૂલ
બનવાના
કોડ થયા -
- ને કાંટા
ઊગી નીકળ્યા...
એ કાંટાઓ
ને એકઠા
કર્યા તો
કેક્ટસ
ફ્લાવર
બની ગયા...!
- નંદિની
સાંજ એટલે (Sanj etle)
...સાંજ એટલે પ્રિયજન ની યાદ ....!
...સાંજ એટલે એક મનગમતો એહસાસ...!
...પણ સાંજ વધુ ઉદાસીન ત્યારે લાગે કે જયારે સુર્ય ક્ષિતિજ ની પેલેપાર જતો રહે...
... કોઈનું પણ આમ ચુપચાપ ચાલ્યા જવું વધુ સાલે નઈ....!
.... ને એ અંધારા માં એક આશા ની કિરણ એટલે મારો પ્રિય ચાંદ ... !
-- નંદિની
Monday, September 20, 2010
તારી ખાલી જગ્યા (Tari khali jagya batavi)
એક પવનની લહેર આવી
ને તારી યાદ આપી ગઈ...
એક કોયલ નો ટહુકો
મનમાં તારા ગીત ભરી ગઈ...
એક ફુલ ની સુગંધ મનેમહેંકવી ગઈ...
પણ
બાગ માં બેઠેલું એક યુગલ
મને તારી ખાલી જગ્યા બતાવી ગઈ...!
-નંદિની
ને તારી યાદ આપી ગઈ...
એક કોયલ નો ટહુકો
મનમાં તારા ગીત ભરી ગઈ...
એક ફુલ ની સુગંધ મનેમહેંકવી ગઈ...
પણ
બાગ માં બેઠેલું એક યુગલ
મને તારી ખાલી જગ્યા બતાવી ગઈ...!
-નંદિની
આ એજ બાંકડો છે (Aa ae j bakdo chhe)
આ એજ
બાંકડો છે...
જ્યાં આપણે
રોજ કોલેજ માંથી
કલાસ બંક
કરી ને
ચા ની ચુસકીઓ
સાથે બેસી ને
લેતા હતા...
હવે ચા તો છે
પણ
તારો સંગાથ
નથી...!
- નંદિની
Subscribe to:
Posts (Atom)