Wednesday, April 20, 2011

વેકેશન ....

પડ્યું વેકેશન ને –
યાદ આવ્યા મને બચપણ ના એ દિવસો
ને મામા ના ઘરે નાખ્યાં ધામા
બધાંજ પિતરાઈઓ સાથે ધીંગામસ્તી કરતાં ને
બપોર ના બનાવતા માટી ના રમકડાં
ઓરસિયો , ચૂલો,તપેલી, થાળી વાટકી
દીદી શીખવાડતી ને –
દાદીમાં થી છુપાઈ ને ખાતા આથેલી કેરી .
ને – ઘરના ઓટલે
દાદી માં લગાવતા હિચકો
ને અમે બધા આકાશ ને કોણ..?
પહેલા અડશે તેની કરતાં હરીફાઈ....
આકાશ તો એજ હતું ત્યાનું ત્યાં જ
ને અમે બદલાઈ ગયા બધા
પોતપોતાના માળા માં બંધાઈ ગયા...
પોતાની એષણા ઓ ના
આકાશ ને આંબવા ની કોશિશ કરતાં
બચપણ યાદ રૂપે સચવાઈ રહ્યું પણ થયું
આજે બધા પાછાં મળીએ ને
ઘરઘત્તા ની રમત ને છોડી ને
એકબીજા ને મળવાના પ્રયત્નો કરીએ...
એ સુના પાડેલા હિચકા પર હિચકી ને
આકાશ ને પામીએ એ ફળિયા માં પાછાં
આંધળી ખિસકોલી રમીએ ને રાતે
અગાશી માં સાથે ચાંદની માણીએ
સપ્તર્ષિ , ગુરુ, બુધ , મંગળને
ગ્રહો ની રચના ની સાથે પાછી દોસ્તી કરીએ...

- નંદિની

1 comment: