Friday, April 29, 2011

રેખા...લક્ષ્મણરેખા....

લઘુકથા લખવાનો સૌપ્રથમ પ્રયત્ન.... કદાચ તમને ગમશે ને મને  MOTIVATION મળશે.

રેખા ... લક્ષ્મણ રેખા...

રેખા  આજે બહુ જ ઉદાસ લાગતી હતી . રોજ તો એકદમ હસતી જ હોય ક્યારેય એના ચહેરા પર દુઃખ ની લકીર પણ ના જોવા મળે. એ એનું કામ ખુબ જ ખંત અને ચીવટ થી કરે . રેખા આમ તો હરિજન સમાજ ની  એ રોજ ઘરે -ઘરે  કચરો આવી ને લઇ જાય ને- સાથે વધેલું ઘટેલું ખાવાનું કે નાસ્તો પણ ખુશી થી લઇ જાય.

પણ , આજે એ આવી ડોરબેલ વગાડ્યો ને મેં તેને કચરો આપ્યો. અચાનક જ એ મારી સામે જોઈ ને રડવા લાગી. હું પણ અસમંજસમાં પડી ગઈ કે આને આજે શું થયું ..? પાણી આપી ને મેં એને શાંત કરી ,

એ બોલી ;"બેન, મારે ચાર છોકરી છે .દર વર્ષે એક ...ને મેં પેદા કરી ..આરામ તો બાજુમાં ને સવા મહિને થતા થતા તો હું કામ પર લાગી જતી હતી."

ઘર માં બધા ને એકજ વાત નો અફસોસ રહેતો કે એ કુલદીપક પેદા ના કરી શકી . દોરા- ધાગા , બાધા-આખડી ઓ માંની ને આ વખતે માતાજી ની કૃપા થી મારા કુખે કુલદીપક આવે એટલે હું ગંગા નાહી.

કાયદેસર ના હોવા છતાં તેને ગેરકાયદેસર રીતે ગર્ભ નું નિરીક્ષણ કરાવ્યું ને દાક્તરે એને છોકરી છે એવું કીધું.  બે ઘડી એ નિરાશ થઇ મંદિર માં જઈ ને માતાજી ને કહ્યું આ વખતે પણ તમે મારી સાંમે ના જોયું.. ઘરે આવી તો ઘર ના બધા જ જાણે એકદમ જ અજાણ્યાં થઇ ગયા ને બધા તેને કસુવાવડ કરવાનું કહે ; પણ એનું  મન ના પાડે  છોકરી છે તો શું થયું પિંડ તો મારો જ ને...! એને કેવી રીતે હું મારી નાખું....

કુલદીપક પેદા નથી કરી શકતી તો શું થયું.." મારી આ છોકરી ઓ  બીજા કોઈ ના ઘરનું તો કુલદીપક ને ઓલવા તો નઈ દેને ...?"

...ને પછી એ તો ચાલી નીકળી ઘરે ઘરે કચરો લેવા ...

હું વિચારતી રહી ગઈ વાત તો એની સાચી છે ને ..! આપણે પણ કહેવાતા ભદ્ર સમાજ નો જ એક ભાગ રૂપે છીએ. તે છતાં આપણે કુલદીપક ને મહત્વ આપીએ છીએ એ કુલદીપક ને પેદા કરનારી ચિનગારી ને કેમ નહી....?

- નંદિની ૨૯.૪.૧૧

No comments:

Post a Comment