Saturday, December 3, 2011

હાઇકુ

તારી યાદો નું
ઉપવન રચાય 

મારા મનમાં 
- નંદિની



હાઇકુ

મારો ખાલીપો 
કાગઝી પુષ્પો નો 
સફેદ બાગ...!
- નંદિની

Friday, December 2, 2011

આ પાણી નું ટીપું પણ કેવું છે, 
આંખ માં વસે તો આંસુ ,
છીપ માં વસે તો મોતી, 
વાદળ માં વસે તો મેઘધનુષ .......!
- નંદિની


પ્રેમ ની તલાશ પડછાયાઓ નું મૃગજળ.......!!!!


- નંદિની
યાદો તો વહી જાય છે 
ને - 
રહી જાય છે 
તું ... જ .....!
- નંદિની

એક વ્રક્ષ ની 
જેમ આજે મેં - 
તારી યાદો ના 
પીળા પર્ણો ને 
ખંખેરી ને 
કુંપળ ઊગાડી.....!
(
હવે જ ફૂટશે નવી કુંપળો ... ને રચાશે નવા નવા તરંગો....!!! :)

- નંદિની 

 આકાર લે છે Angel નું.... મારા વિચારો...!!
- નંદિની

Monday, November 21, 2011


જિંદગી ની શુભ શરૂઆત
તારો સાથ ને -
સપ્તરંગી આસમાન...!

-
નંદિની



મહેક ફેલાયી ત્યારે
જયારે જિંદગી ના ખેતરે
કરી ગુલાબ ની વાવણી... 
- નંદિની 


"તું"

એટલે.....

મારું યાદગાર સરનામું.....!!!!! 



-નંદિની 





 ત્યાંજ ખારાશ માં મીઠાશ ભળી ....
જ્યાં તે જિંદગી ને મીઠી મધૂરી યાદો થી ભરી.....!!!! - નંદિની 




મન તો મળી ગયું એની સાથે પણ જિંદગી વીતી ગઈ એનું મન પરખવામાં...
પારખી લીધું જ્યાં મેં એનું મન ત્યાં તો જિંદગી ને મૃત્યુ એ પારખી લીધું...
-નંદિની



એક આંસુ હંમેશ માટે
સુકાઈ ગયું, 
મારી આંખો માં એક રણ બની ને....!     - નંદિની

ભાર છે મારી આંખો માં
ગઈકાલે જોયેલા સ્વપ્ન નો ...
એક દરિયો ઉલેચી નાખ્યો 
મેં આખો ભાર ને ભવ વચ્ચે ના
અંતર ને દુર કરવા...
- નંદિની
કાચ ની જેમ હું જ ટુકડાઓમાં તૂટી ગઈ...
બહુ પ્રયત્ને એકઠાં કર્યા તો પણ નાજુક તિરાડો તો જ રહી ગઈ...
- નંદિની

હાઇકુ

 શાને ભુંજાય
"મન"ખોલ કમાડ
જો ઊગે આશ
- નંદિની

Monday, June 20, 2011

રમત ઘરઘત્તાની....


ઘરઘત્તા ની રમત
રમતાં...રમતાં...
ઘર નો ' ઘ '
ઘૂંટવામાં એવી તો
પરોવાઈ ગઈ કે ---
હુ ખુદ ને પણ
મળી નહિ શકી....

~ નંદિની

Saturday, June 4, 2011

ઈચ્છાઓ જ બધી મારી પરવારી ને ત્યાં
તે મને પૂછ્યું કે; " તારી ઈચ્છા શું છે...?"


~ નંદિની ~



હાઇકુ

ભોંઠા પડ્યા
શબ્દો પણ ત્યાં
પડઘે મૌન.

~ નંદિની ~



હાઇકુ

તાલ મિલાવી
થરકું સંગ તારી
નાચે જિંદગી...

~ નંદિની ~




લે , પરીક્ષા
જિંદગી
ડગલે - પગલે
ને - હું ...
પૂરવાર કરું
...મારા અસ્તિત્વ ને -
~ નંદિની ~




હાઇકુ

ભીની રેતીમાં
શમણાં બાંધે ઘર
લીલાંછમ્મ
~ નંદિની ~

ભઠ્ઠીમાં
સેકાય
લાગણીઓ
ને રચે
કવન
...નિતનવા.
 ~ નંદિની ~




Thursday, May 26, 2011

હાઇકુ

સ્વપ્નમાં
નડે સુરજ મને
રાતે તડકો..

~ નંદિની



Monday, May 23, 2011


ઊગતા સૂર્ય
સંગ ;
મુઠ્ઠીભરી
ને -
તડકો
ઉડાડ્યો ને ...
વાતાવરણમાં
ભળી
ધુમ્મસી
ભીનાશ ....

તારા પ્રેમની ...!
~નંદિની ~





પહેલા જયારે
આપણે દરિયાની
રેતીમાં
એકસાથે
ચાલતા - ત્યારે
આપણા પગલાંની છાપ
પણ સાથે-સાથે
ચાલતી
ને -
આજે, એ છાપ
અંકિત છે
હૃદયના કોઈ
ખૂણામાં ને
સાથે
કોઇજ
નથી....!
~ નંદિની ~

Sunday, May 8, 2011

હાઇકુ

હકડેઠઠ
ઉમટે લાગણી ને -
તું બેખબર....!

- નંદિની

હાઇકુ

જુદા પૃષ્ઠો
ને , ગોઠવે જિંદગી
એકબીજાને

- નંદિની



હાઇકુ

જિંદગી જુદી
ગોઠવે ગોઠવણ
શેં, થાશે પૂરી....
-નંદિની

જિંદગી


જિંદગી
ગોઠવે
મને
... કે
હું
...ગોઠવું
જિંદગી
ને , - ? !
એકબીજાને
ગોઠવીએ
હું - ને - આ
જિંદગી...

- નંદિની

હાઇકુ

રચે અજાણે
દર્પણના ટુકડા
નવો ચેહરો
- નંદિની




ગરમાળો.....
ગુલમહોર.....
ને તારું નામ
આપે શીતળતા ......

- નંદિની

હાઇકુ


સ્મિત તારું
ઓગાળે મને જાણે
કે ,હું બરફ..!
- નંદિની


હાઇકુ

ઈશ ભરોશે
તરે કાગઝી નાવ
સથવારે તું ...

- નંદિની




ભસ્મીભૂત
થયું અસ્તિત્વ
તારા પ્રેમ માં
રાખ બની ને
ફરીથી થયું જીવંત
...પ્રેમ જાણે કે
ફિનિક્ષ્ પંખી .........
- નંદિની
હાથ માં છે ;
કોફી નો મગ
ને સાથે છે
તારી યાદો ની
લીલીછમ ક્ષણો...

- નંદિની



"મિત્ર"


તું
એટલે
મને
ડગલે
ને -
...પગલે
મારા
અટકતા
શ્વાસ
પર
વિશ્વાસ
દેવડાવનાર
" મિત્ર " .....
- નંદિની



સુકવી દીધી મારી જાત ને
તડકામાં ને -
ઉજાસ ફેલાયો
મારા ઘર ના ખૂણે ખુણામાં .....
- નંદિની

ચીસ

ચુપ છુ હું
ને તે છતાં -
ભીતરે
પડઘાયા
કરે છે -
ચીસ .....


- નંદિની




‎. . . જુસ્તજુ
. . . આરઝુ
. . . અધૂરા સપનાં
. . . વણસંતોષાયેલી જિંદગી
. . . એક છે મંઝીલ
. . . રાહ અલગ - અલગ
- નંદિની

....હું.....

કપડા પર પડતા ધોકા ના અવાજ માં
ધબ...ધબ... ધબ...
વઘાર ના છમકાર માં
છમ...છમ... છમ...
કુકર ની સીટી માં
રોટલી વણતા કાચની બંગડીઓ ના રણકાર માં
કોઈ અજાણ્યાં એ કરેલો દરવાજા પર
ટકોરા ના ટક...ટક... ટક... થી
ઘડિયાળ ના ટક..ટક..ટક...
વચ્ચે નિરાંત નો શ્વાસ લેવા મથતી
હું ...
વાસણ ના ખખડાટ માં ને
વહેલી સવારે ચણવા આવતા
કબૂતરો ની પાંખો ના ફફડાટ માં
એફએમ. પર વાગતા જુના ગીત માં
તેની તાલ પર થીરકતા મારી પાયલ ની ઝણકાર માં
સવારે ઉઠી ને "BED TEA "માંગતી તારી આંખોના
ઈશારામાં અટવાયેલી
હું ...

છોકરીઓ ને બસસ્ટોપ પર મુકવા જતી બસ ની
બીપ...બીપ...બીપ...
પૂજા કરતી વખતે વગાડતી ઘંટડી ના અવાજ માં
આ બધી પળ
વચ્ચે ની પળોમાં મારા હૃદય ના ધબકાર માં સમાતી
હું...
- નંદિની  (૫.૫.૨૦૧૧)










Saturday, April 30, 2011

હાઇકુ

જતી વેળાએ
આંખો મળી ને રચે
તારા મૈત્રક .

- નંદિની

હાઇકુ

બાહ્ય રૂપ
ઠારે દેખાવ પણ
અંતરે દર્દ.


- નંદિની

હાઇકુ

કોયલ કરે
પુકાર આંબા ડાળે
થિરકે વૃક્ષ ..
 
- નંદિની

હાઇકુ

શબ્દો આપે
શાતા કિતાબે , જીવે
દર્દ મન માં

- નંદિની

હાઇકુ

રહે અસ્તિત્વ
રાખ બની ને તારું
ઉર અંદર

- નંદિની

Friday, April 29, 2011

કોડ થયા...

નાની શી હું
મને કોડ થયા MOM
બનવાના ,
કબાટ ખોલ્યું ને
MOM નો દુપટ્ટો લીધો
એની બનાવી મેં સાડી
Mirror સામે ઊભા રહી ને
મેં લગાવ્યો ચાંદલો ને લીપ્સ્ટીક ...
હાથ માં પહેરી રંગબેરંગી બંગડી
ને -
Gogles ચડાવી હું ચાલી
Heel વાળી ચંપલ પહેરી
ટક.. ટક.. ટક.. કરતી
Office....

- નંદિની

રેખા...લક્ષ્મણરેખા....

લઘુકથા લખવાનો સૌપ્રથમ પ્રયત્ન.... કદાચ તમને ગમશે ને મને  MOTIVATION મળશે.

રેખા ... લક્ષ્મણ રેખા...

રેખા  આજે બહુ જ ઉદાસ લાગતી હતી . રોજ તો એકદમ હસતી જ હોય ક્યારેય એના ચહેરા પર દુઃખ ની લકીર પણ ના જોવા મળે. એ એનું કામ ખુબ જ ખંત અને ચીવટ થી કરે . રેખા આમ તો હરિજન સમાજ ની  એ રોજ ઘરે -ઘરે  કચરો આવી ને લઇ જાય ને- સાથે વધેલું ઘટેલું ખાવાનું કે નાસ્તો પણ ખુશી થી લઇ જાય.

પણ , આજે એ આવી ડોરબેલ વગાડ્યો ને મેં તેને કચરો આપ્યો. અચાનક જ એ મારી સામે જોઈ ને રડવા લાગી. હું પણ અસમંજસમાં પડી ગઈ કે આને આજે શું થયું ..? પાણી આપી ને મેં એને શાંત કરી ,

એ બોલી ;"બેન, મારે ચાર છોકરી છે .દર વર્ષે એક ...ને મેં પેદા કરી ..આરામ તો બાજુમાં ને સવા મહિને થતા થતા તો હું કામ પર લાગી જતી હતી."

ઘર માં બધા ને એકજ વાત નો અફસોસ રહેતો કે એ કુલદીપક પેદા ના કરી શકી . દોરા- ધાગા , બાધા-આખડી ઓ માંની ને આ વખતે માતાજી ની કૃપા થી મારા કુખે કુલદીપક આવે એટલે હું ગંગા નાહી.

કાયદેસર ના હોવા છતાં તેને ગેરકાયદેસર રીતે ગર્ભ નું નિરીક્ષણ કરાવ્યું ને દાક્તરે એને છોકરી છે એવું કીધું.  બે ઘડી એ નિરાશ થઇ મંદિર માં જઈ ને માતાજી ને કહ્યું આ વખતે પણ તમે મારી સાંમે ના જોયું.. ઘરે આવી તો ઘર ના બધા જ જાણે એકદમ જ અજાણ્યાં થઇ ગયા ને બધા તેને કસુવાવડ કરવાનું કહે ; પણ એનું  મન ના પાડે  છોકરી છે તો શું થયું પિંડ તો મારો જ ને...! એને કેવી રીતે હું મારી નાખું....

કુલદીપક પેદા નથી કરી શકતી તો શું થયું.." મારી આ છોકરી ઓ  બીજા કોઈ ના ઘરનું તો કુલદીપક ને ઓલવા તો નઈ દેને ...?"

...ને પછી એ તો ચાલી નીકળી ઘરે ઘરે કચરો લેવા ...

હું વિચારતી રહી ગઈ વાત તો એની સાચી છે ને ..! આપણે પણ કહેવાતા ભદ્ર સમાજ નો જ એક ભાગ રૂપે છીએ. તે છતાં આપણે કુલદીપક ને મહત્વ આપીએ છીએ એ કુલદીપક ને પેદા કરનારી ચિનગારી ને કેમ નહી....?

- નંદિની ૨૯.૪.૧૧

Thursday, April 21, 2011

જિંદગી માં થયો
તારા પ્રેમનો
સૂર્યોદય...
ને -
પછી ...
જિંદગીભર
નડ્યું ગ્રહણ......
-નંદિની
નજરો માં ઊંચા
શિખરો સર
કરવાની ચાહ
ને-
હૈયે મમતા
કેરો સંગ
...- નંદિની

Wednesday, April 20, 2011

વેકેશન ....

પડ્યું વેકેશન ને –
યાદ આવ્યા મને બચપણ ના એ દિવસો
ને મામા ના ઘરે નાખ્યાં ધામા
બધાંજ પિતરાઈઓ સાથે ધીંગામસ્તી કરતાં ને
બપોર ના બનાવતા માટી ના રમકડાં
ઓરસિયો , ચૂલો,તપેલી, થાળી વાટકી
દીદી શીખવાડતી ને –
દાદીમાં થી છુપાઈ ને ખાતા આથેલી કેરી .
ને – ઘરના ઓટલે
દાદી માં લગાવતા હિચકો
ને અમે બધા આકાશ ને કોણ..?
પહેલા અડશે તેની કરતાં હરીફાઈ....
આકાશ તો એજ હતું ત્યાનું ત્યાં જ
ને અમે બદલાઈ ગયા બધા
પોતપોતાના માળા માં બંધાઈ ગયા...
પોતાની એષણા ઓ ના
આકાશ ને આંબવા ની કોશિશ કરતાં
બચપણ યાદ રૂપે સચવાઈ રહ્યું પણ થયું
આજે બધા પાછાં મળીએ ને
ઘરઘત્તા ની રમત ને છોડી ને
એકબીજા ને મળવાના પ્રયત્નો કરીએ...
એ સુના પાડેલા હિચકા પર હિચકી ને
આકાશ ને પામીએ એ ફળિયા માં પાછાં
આંધળી ખિસકોલી રમીએ ને રાતે
અગાશી માં સાથે ચાંદની માણીએ
સપ્તર્ષિ , ગુરુ, બુધ , મંગળને
ગ્રહો ની રચના ની સાથે પાછી દોસ્તી કરીએ...

- નંદિની

Saturday, April 16, 2011

ભીતરે સળગે
બીજ જો -
શૈ, થશે
વૃક્ષ જો ...!
 
- નંદિની

હાઇકુ

ટાઢક મળે
પક્ષી ને માળો રચે
જો નિજ વૃક્ષે

- નંદિની

હાઇકુ

....સંબધે ફૂટે
....કુંપણ ધરતી એ
....બનશે વૃક્ષ


- નંદિની

હાઇકુ

ટાઢક મળે
નિજ વૃક્ષે ટહુકે
ને - રચે માળો ...

- નંદિની

સમ-વેદના

વેદના - સંવેદના
બને ....
સમ વેદના....
- નંદિની

Wednesday, April 13, 2011

હાઇકુ

ડાળી ઝુકી ને -
ફોરે ખીલ્યાં ફૂલો
ભીતરે ફેલે ....

- નંદિની

હાઇકુ

તોડ ઝંઝીરો
ના બાંધ મન ને તું
ઊડું જો હું .....

-નંદિની
તરસ્યા વાદળ
તરસી ધરા
ને -
ભીંજાયેલું મન....


- નંદિની

હાઇકુ

ક્ષિતિજે સીમા...
નજરોનો કેફ ને-
છવાયું ...મન ...
- નંદિની

બસ ...તું...જ...

પિંજરે ખુલે
દિશા ચારેકોર ને
ભમ્યા કરું ...
આસપાસ તુજ ....
બસ તું... જ ...
- નંદિની

રોજે...રોજ...


ઝળહળતો ચાંદ
ને -
તારું સ્મિત ....
શીતળ યાદો
ને -
...હું મહેકું
પારીજાત જેમ
રોજે ...રોજ ...
-નંદિની

Thursday, April 7, 2011

હાઇકુ

લાગણી અંધ
પરિચિત સંબંધ
ફેલે મહેક
- નંદિની

હાઇકુ

અધુરપ ને
કોઈ ની ખોટ સાલે
ઝુરે ...જીદંગી
- નંદિની

Wednesday, April 6, 2011

હાઇકુ

જન્મદિને
મળી શુભેચ્છા
ઉજળો દિન

- નંદિની

Cinquain

 Cinquain : ( Found in France )

પ્રેમ ..!
એક એહસાસ
સુવાસે મહેંકે ખીલે
...મનગમતી લાગણી કરે દુનિયા
પ્રેમમય......

- નંદિની
હું એટલે પિંજરામાં રહી ને વસંત ની રાહ જોતું એક પંખી ....
હું એટલે પિંજરામાં રહી ને ઋતુ ઓ ના બદલાવ ને અનુભવતું એક પંખી....
હું એટલે પિંજરામાં રહી ને ખુલ્લા આકાશ માં ઉડવાના સપના જોતું એક પંખી...

- નંદિની
મૂળ માંથી ઉખેડી દો તો પણ ફરીથી ઊગવાની આદત છે ... મને ...
કારણ કે હું એક નારી છું....:) - નંદીની
આશા ઉત્તરની ના રાખ અહિયા તો ઉત્તરે ઉત્તરે પ્રશ્નો પુછાય છે
શૂન્ય ના સરવાળા તો ઠીક લાગણીઓ જો શૂન્યે ગુણાય છે...

- નંદિની

હાઇકુ


હું એક નારી
ના હારી હું કદીય
મુકામ મારૂ
આખું આકાશ
ઉડ્ડયન કરીશ
...હું રાત- દિન / હું તારા નભે .... નંદિની
ભીતરે ઠરે
લાગણીઓના પુર
કરે કેવો
કાયાકલ્પ...

- નંદિની
કલમ થી
શબ્દો ને વાચા ફૂટી ને
ચર્ચાઈ ગયા આપણે...!
...નંદિની

શબ્દો કદી ખૂટતા નથી .....
પણ......................
જયારે કહેવું હોય
ત્યારે જ................
જડતા નથી....... :)
...- નંદિની
હોળી એટલે...
જિંદગી માં રંગો ની રંગપૂરણી....... :)
- n

ભીના પગલાં
તો સાથે પાડ્યા હતાં
સાંધ્યસમુદ્ર કિનારે
ને અંકિત થયા...
હૃદય ના
...કોરાં ખૂણા માં...
ભીનાશ રૂપે...
- નંદિની
આમ જુઓ તો કંઈ જ
ના હતું -
ને આમ જુઓ તો
છલોછલ સંબંધ...
- નંદિની

હાઇકુ

મીણબત્તીની
જેમ, પીગળે ક્ષણો,
સાથે હું ને તું
- નંદિની
થાક્યા વગર
સતત ભ્રમણ કરતાં
દરિયા ના મોજાં
કેવા અથડાય
કાળા ખડગ ને...

- નંદિની

હાઇકુ

વિસ્તરું હું
કુતુહલે દુનિયા
બાળક બની.

- નંદીની

વાચા આપીને
મુક બની ગયા
ને -
જિંદગી ને
પ્રસંગો થી
...છલોછલ
બનાવી ગયા....
- નંદિની

હાઇકુ

લાખો ઘા છુપે
નાજુક હૃદયમાં
ને, વજ્ર છાતી.....
- નંદિની

હાઇકુ

વેંઢારુ શાને
આ કચકડા કેરો,
સંબંધે કાચ?"............
-નંદિની

હાઇકુ

સુગંધે મન
મહેકતો સંગ ને -
રચે સંબંધ

- નંદિની 
એણે પૂછ્યું ; ‘તું કવિતા કેમ લખે છે ? ‘
કોઈ મેગેઝીન કે ન્યુઝ પેપરમાં છાપવા માટે કે ,
કોઈ વાંચીને એના સરપાવ રૂપે
એક - બે રૂપિયો ફેકેં એના માટે...
અહાહા...” લાગણી ના શબ્દો ને પણ કેવો ઈલ્કાબ મળે છે ..?”

- નંદિની
લાગણીઓના ચક્રવ્યૂહ ને કાબુ માં રાખી ને ખીલવાની આદત છે ,
નિરાશ નહિ થાઉં આશાઓ ને જન્મ આપવાની આદત છે ,
નહીં માનું હું હાર જીતવાની મને આદત છે...
- નંદિની

હાઇકુ


જીવન નભે
મન ફેલાવે ખુશી ,
રવાડે ચડે ,
જો ને મન,
જાણે કે ધુમ્રસેર,
ઉડે જિંદગી
- નંદિની
જ્યારથી કોઈ એક ખાસ લાગે છે ,
ત્યારથી દુનિયા આસપાસ લાગે છે .....
- નંદિની

હાઇકુ

દ્રષ્ટિ સામે
આભાસી ચેહરો કૈ
લાગે જાણીતો
- નંદિની

Saturday, March 12, 2011

હાઇકુ

 હું અને તું
જાણે વાડ ની રક્ષા
કરતાં વૃક્ષ ...
- નંદિની

Friday, March 11, 2011


શબ્દે શબ્દે
અર્થ બદલાઈ
જાય છે ;
અર્થ સમજાય
ત્યારે જિંદગી
...
બદલાઈ જાય છે...

Thursday, March 3, 2011

હાઇકુ

મહોરું જુઓ
હું તો પારિજાતનું
ફૂલ બની ને ...
-નંદિની
કુહાડી ના સ્પર્શ
થી
ડાળખી પણ
અતિ સંવેદનશીલ
બની ને -
ફરી હામ ભીડી
ફૂલ બનીને ખીલી....!
- નંદિની

હાઇકુ

ચાવી ચડાવી
જેમ રમકડાં ને
હસું - રડું હું...


- નંદિની

હાઇકુ

સોડ માં લીધી
મારી ખેવનાઓ ને
વિહવળ હું...


- નંદિની

હાઇકુ

વિરામે મૈત્રી
જીજીવિષા જીવને
પુર્ણ વિરામે.


- નંદિની

હાઇકુ

ભરી રહી છું
સુગંધ શ્વાસમાં
ભરી ઉડાન...
- નંદિની

હાઇકુ


લીધી વાસંદી ;
કર્યું સાફ આંગણું.
પણ મન ને....
- નંદિની

હાઇકુ


ચાલ રમીએ
રમત આ દેશ ને
પહેલા કોણ ?

સ્વાર્થ કાજે ...
...-રમે રાજરમત
વેચે છે કોણ ?
 
- નંદિની
કેવી રીતે આપું હું ;
“લાગણી ના સંબંધોનું સરવૈયું ? “
હું કઈ વેપારી નથી કે –
નફો કરી જાણું...


- નંદિની
એને પૂછ્યો પ્રશ્ન ...????
ને હું આશ્ચર્યચકિત થઇ ગઈ...!!!!
ને દોસ્તી પર ખુશી નું અલ્પવિરામ,,,,
ને જિંદગી ની જીજીવિષા પર પૂર્ણવિરામ.... :)


- નંદિની
વીતેલી ક્ષણ
કરે અવગમન
ખંખેર મન.....!


- નંદિની

કંઈ કેટલાં
પગલાંની છાપ
સાચવી રાખી છે ...
દરિયાની રેતી એ ...!
તો પણ
જો ને એકલો.
ઘુઘવે  દરિયો ... !
-નંદિની

હાઇકુ

કિચુડ...ડ...ડ
ચગડોળ ચાલે કે
જીવનચક્ર....!


- નંદિની

Wednesday, February 16, 2011

મારે ત્યાં તો ચોમાસું બારેમાસ છે ;
ને તું સાચવે છે એને લીલેરાં રણમાં.
- નંદિની
આંસુ  સાથે તો  રાતદિન સંબંધ છે
નવો સંબધ આપવો હોય તો -
બસ તારું એક સ્મિત આપ મને.. :)
- નંદિની
એક   ક્ષણ    ને    વાવી   જિંદગીમાં
કેલિડોસ્કોપ ની સુંદર રચના મળી...!
- નંદિની
જખ્મ આપે તે પ્રેમ :)
ને જે મલમ લગાવીને
જિંદગીમાં ફરી થી
મહેકવાની પ્રેરણા
આપે તે દોસ્ત.... :)
- નંદિની

હાઈકુ

શંકા કુશંકા
મથરાવટી મેલી
દંડાય કોણ?

-નંદિની

હાઈકુ

ઝાકળબિંદુ
સ્પર્શે સુગંધિત
નયને - ભેજ.
-નંદિની

હાઈકુ

અપેક્ષાચક્ર
મુંઝે અસ્તિત્વ
ગુંચે જિંદગી...
- નંદિની

હાઈકુ

મહોરું જુઓ
હું તો પારિજાતનું
ફૂલ બની ને ...
- નંદિની