મારો ઓરડો ક્યાં ...?
હું , પુછુ છું તમને .... કહો ને ;
મારો ઓરડો ક્યાં... ???
કદાચ સૌથી પહેલો ઓરડો આ રસોડું ...
જેમાં હું રસોડાબદ્ધની જેમ જીવું...
બીજો ઓરડો શયનખંડ ....
જે મારી પસંદની એક પણ ચીજ થી સજાવેલો નથી...
મારી તો બસ તેમાં એક ખૂણામાં જ પેલા ફર્નીચર ની સંગ જગ્યા....
ત્રીજો ઓરડો કદાચ એ જ –
આ ઘર નો લીવીંગરૂમ જ ને –
જ્યાં હું કઠપુતળી ની જેમ રહું .....
મારું જ કહેવાતું આ ઘરમાં ...
મારો જ અવકાશ ક્યાં... ???
મારો ઓરડો ક્યાં.....! ? ?
- નંદિની
હું , પુછુ છું તમને .... કહો ને ;
મારો ઓરડો ક્યાં... ???
કદાચ સૌથી પહેલો ઓરડો આ રસોડું ...
જેમાં હું રસોડાબદ્ધની જેમ જીવું...
બીજો ઓરડો શયનખંડ ....
જે મારી પસંદની એક પણ ચીજ થી સજાવેલો નથી...
મારી તો બસ તેમાં એક ખૂણામાં જ પેલા ફર્નીચર ની સંગ જગ્યા....
ત્રીજો ઓરડો કદાચ એ જ –
આ ઘર નો લીવીંગરૂમ જ ને –
જ્યાં હું કઠપુતળી ની જેમ રહું .....
મારું જ કહેવાતું આ ઘરમાં ...
મારો જ અવકાશ ક્યાં... ???
મારો ઓરડો ક્યાં.....! ? ?
- નંદિની
No comments:
Post a Comment