Thursday, February 7, 2013

એણે કીધું એક સ્ત્રી થઈને

તું કવિતાઓમાં શું લખીશ....

પોતાની પીડાનું આશ્વાસન કે પછી હર પળે તુટતા

આત્મવિશ્વાસને પાછો પામીશ ?

બળવાખોરી કરીશ તારી જાત સાથે કે- 

પછી સ્વતંત્ર ઝુંબેશ કરીશ પોતાના માટે,

વિકટ અવસ્થાઓની વેદનાઓને વાચા આપવા માટે ?

કે , તારા હૃદયમાં ઉમટેલા અભરખાઓને કેવી રીતે દાટી દીધા;

એની મુક વેદનાને વાચા આપવા માટે ?

-નંદીની....

No comments:

Post a Comment