Thursday, February 7, 2013

જિંદગીભર દોડતી રહી
માત્ર ને માત્ર
તારા હાથની ઉષ્મા માટે
ને ત્યાજ મળી મને
મૃગજળી છલના....
-નંદીની...
જિંદગીભર દોડતી રહી
માત્ર ને માત્ર
તારા હાથની ઉષ્મા માટે
ને ત્યાજ મળી મને
મૃગજળી છલના....
-નંદીની...
જિંદગીભર દોડતી રહી
માત્ર ને માત્ર
તારા હાથની ઉષ્મા માટે
ને ત્યાજ મળી મને
મૃગજળી છલના....
-નંદીની...
એણે કીધું એક સ્ત્રી થઈને

તું કવિતાઓમાં શું લખીશ....

પોતાની પીડાનું આશ્વાસન કે પછી હર પળે તુટતા

આત્મવિશ્વાસને પાછો પામીશ ?

બળવાખોરી કરીશ તારી જાત સાથે કે- 

પછી સ્વતંત્ર ઝુંબેશ કરીશ પોતાના માટે,

વિકટ અવસ્થાઓની વેદનાઓને વાચા આપવા માટે ?

કે , તારા હૃદયમાં ઉમટેલા અભરખાઓને કેવી રીતે દાટી દીધા;

એની મુક વેદનાને વાચા આપવા માટે ?

-નંદીની....
મારો ઓરડો ક્યાં ...? 
હું , પુછુ છું તમને .... કહો ને ; 
મારો ઓરડો ક્યાં... ???
કદાચ સૌથી પહેલો ઓરડો આ રસોડું ...
જેમાં હું રસોડાબદ્ધની જેમ જીવું...
બીજો ઓરડો શયનખંડ ....
જે મારી પસંદની એક પણ ચીજ થી સજાવેલો નથી...
મારી તો બસ તેમાં એક ખૂણામાં જ પેલા ફર્નીચર ની સંગ જગ્યા....
ત્રીજો ઓરડો કદાચ એ જ –
આ ઘર નો લીવીંગરૂમ જ ને –
જ્યાં હું કઠપુતળી ની જેમ રહું .....
મારું જ કહેવાતું આ ઘરમાં ...
મારો જ અવકાશ ક્યાં... ???
મારો ઓરડો ક્યાં.....! ? ?
- નંદિની
:) :) ....મિડલ - ક્લાસ ઈર્ષા .... :) :)

ને , મને ઈર્ષા થાય ; 
હમેશાં , 
તારા હ્રદય પાસે 
હમેશાં સંગ રાખતો 
તું આ તારા MOBILE ની ...! 
- નંદિની ....
મિડલ ક્લાસ ઈર્ષા....:)

મને કેમ તારી ઈર્ષા નથી આવતી ...

જયારે હું થાળી પીરસી ને બેસું ને તું એક અર્જન્ટ ફોન માં વ્યસ્ત હોય... 

તું ફોન પુરો કરે ને મીઠું હસી ને કહે "સોરી" ...

ત્યારે તારી સાથે ઠંડું થઇ ગયેલું જમવાનું પણ વ્હાલું લાગે... ! 

- નંદિની
લિખિત વાતો....

યાદ છે , તને આપણી એ લિખિત વાતો
જ્યાં આપણે નાની નાની ચબરખીમાં દિલની વાતો મરોડદાર અક્ષરે બોલતા....

મનામણા-રીસામણા એ જ નાની-શી ચબરખીમાં આપને બોલતા....

જ્યા,ંઆંખોના ઈશારા ને શબ્દોના ઈશારા એકત્વ થઇ જતાં....

રોજેરોજની આપણી બોલકી વાતો

એ જ આપણો "પ્રેમ-પત્ર" બની જતી....

ને , આપણું આખું વિશ્વ એ જ

આપણી નાની-શી ચબરખીમાં સમાઈ જતી....

આપણી જ લિખિત વાતો.... !

-નંદીની
શું લખું હું આજે તું જ કહે ને....
આજે બસ આમ અમથું અમથું ચાલને મળી લઈએ
તારા આ બીડાયેલા હોઠ ચાલને જરા સ્મિતથી મહેકાવી તો જો...
આજે જરા હાથમાં કાચની બંગડી પહેરીને જરા સંગીત રેળાવી તો જો.... 
-નંદીની...
તમે મને ભલે કિસ્સો ગણો તમારી જિંદગી નો ; 
તમારી આસપાસ રચેલી દુનિયા નો જ હું હિસ્સો છું..! 
- નંદિની ...
માવઠે માવઠે પ્રેમ મોકલ્યો એને ધરતી ને , 
જાણે એક ભીનો પત્ર લખ્યો આ ધરતી ને ...! 
- નંદિની
છલકતું ને છતાં ઝીલાતું....
ભીંજાયેલું આ મારું મન , 
ભીંજાયેલાં મારા નયન , 
ભીંજાયેલી હથેળી ને તારા હાથ ....
પરનું મૌન .... જાણે ,
પુષ્પ્પરત પર બિરાજમાન 
આ શિયાળા નું ભીનું-ભીનું ઝાકળ....!
- નંદિની ..
ઝુકેલી આંખો ની આદત પાડ તું , 
ભૂલ થી X-Ray દેખાઈ જાય તો ...! 
- નંદિની
સંભાળ છોડ 
ને - 
અસ્તિત્વ વિસારું 
તો જ - 
ખીલે પુષ્પ 
સંબંધ ના ....! 
- નંદિની