Wednesday, April 11, 2012

હોળી ના રંગબેરંગી રંગો ની જેમ જ વિવિધ રંગો માં જીવતી એટલે હું જ ને ...
મમ્મીના ખોળામાં માથું મૂકી ને સુઈ જવું ...
દાદી સાથે રોજ ‘પરી ને રાજકુમાર’ ની વાર્તાઓ સંભાળવી...
દાદા સાથે દુકાન પર જઈને રોફ થી બેસવું....
બાળપણ માં નિર્દોષ મસ્તી કરતાં કરતાં શાળા પણ પૂરી કરી ....
કોલેજ બસમાં બેસી ને જવાનું.... 
ક્યારે પાપા સુઈ ગયા હોય તો ચુપકીદી એમનું સ્કુટર લઇ ને અકારણ ફરવા જવું...
રોજ ઘરમાં બધા ટોકે હવે તો તું “મોટી થઇ “ પતંગિયા ની જેમ હવે ઉડાન ના ભર...
કાલે સાસરે જઈશ તો સાસુ ટોકશે તને...
ને.... વડીલો એ પસંદ કરેલા ઘરે....વળાવી મને.....
સાડી પહેરી ને કામ કરતી વખતે હંમેશા વેસ્ટર્ન કપડાં યાદ આવતા...
રાતે છુપાવીને જીન્સ પહેરી ની અરીસા માં જોતી....
મમ્મી થી અલગ થવા ના વસવસા સાથે હું પણ ‘માં’ બની ...
એમના માં જ ઓતપ્રોત થતી ટીફીન બનાવું , સ્કુલે લેવા મુકવા જવું , તેમને ભણાવું ,
ને એમની સાથે બેસી ને ક્યારેક ડોરેમોન જોવું , કે ક્યારેક રંગોળી પૂરવી ,
પગથિયા રમવા ને દોરડા કુદવા.....
સાયકલ શીખવાડતા શીખવાડતા ડબલ સવારી સાયકલ ચલાવી ....
રોજ રંગબેરંગી જિંદગી ને માણવી....



- નંદિની 

No comments:

Post a Comment