Wednesday, April 11, 2012

કડવી વાસ્તવિકતા ...

કડવી વાસ્તવિકતા ...

છોકરીને નાનપણથીજ આમતો ઈચ્છાઓને દબાવતા આપણે શીખવીએ છીએ...
સાથે- સાથે સપનાં પણ આંખમાં રોપીએ છીએ...
હકીકતની દુનિયાથી અજાણ ને ,
સપનાની દુનિયામાં વિહરતી એ ;
ક્યારેક સપનામાં ર.પા. ની ‘સોનલ’ બને કે ,
શાંતઝરુખે વાટ નીરખતી રૂપની રાણી બનતી...
ઝાંસીની રાણી વિષે વાંચતા વાંચતા શૌર્ય ગુણ વિકસાવતી ...
ઝરણાંની જેમ ખળખળ વહ્યા કરતી...
અલાયદું અસ્તિત્વ પણ બનાવતી...
ને , કંઇક બન્યાનો સંતોષ માણતી...
જિંદગીમાં એ એકજ વખત ‘લક્ષ્મણ રેખા’ ઓળંગતી એ
સપ્તપદી ની વેદીમાં ...
અને...!
બાકીની જિંદગી એ વાસ્તવિકતા પચાવામાં વિતાવે...
હવે, એ સપનાં નથી જોતી ;
બસ નરી વાસ્તવિકતા ને જ જુએ છે ...!!!

- નંદિની 

No comments:

Post a Comment