Monday, April 16, 2012

હાઇકુ

નિંદા - કુથલી                                         
કરે દુષિત મન 
ન અર્પે શાતા ...
- નંદિની

હાઇકુ

કાષ્ટ બને 
હૃદય આશ એ જ - 
ના , ઊગે આશ ...!
- નંદિની

Wednesday, April 11, 2012

સાથ ના છૂટે 
કદી વિશ્વાસ નાં 
તાંતણે બાંધ્યો 
છે- 
સંબંધ આપણો..


- નંદિની 
તિરાડ માંથી ઊગીશ એક આશ બની ને ,
અશ્રુભીના ઓસ બની ફૂલ પર મહેકીશ
- નંદિની 
ચલ, 
આજે નામ વગર જીવીએ ...
એક નવી હવામાં લીલા રંગની જેમ ફર ફરી રહેવાનો ....
ક્યાંક ચાલી જતી નાનકડી કેડી પર....
ઉગેલા ફૂલ ની પાંખડી પર સચવાયેલા ઓસ બિંદુ પર....
સુરજ ના સાત રંગ ની જેમ.....
ચલ, 
આજે નામ વગર જીવીએ ...!!!!


- નંદિની 
બાળપણ માં પ્રવેશ એટલે દોસ્તો ની યાદ...!
સ્કુલ ને દફતર નો સાથ ....
દોસ્તી ની સ્લેટ પર ઘુટેલા એકડા નો સાથ....!
કિટ્ટા - બુચ્ચા નો સાથ ...!
- નંદિની
બાળપણ માં પ્રવેશ એટલે દોસ્તો ની યાદ...!
સ્કુલ ને દફતર નો સાથ ....
દોસ્તી ની સ્લેટ પર ઘુટેલા એકડા નો સાથ....!
કિટ્ટા - બુચ્ચા નો સાથ ...!
- નંદિની
લખું છું એટલે કે મુજ હૃદયમાં હજી પણ એનો વાસ છે..
અધૂરી જિંદગી છે એના વગર તે છતાં પણ એની આશ છે.


- નંદિની 
ભીતરે ઊગે છે એક વાવ રોજ રોજ 
તું પોયણીઓ ના ઉગાડ રોજ રોજ ..


- નંદિની 
જામે ભેજ ભીંતે 
ને- 
ઉખડે પોપડા...
જામે ભેજ આંખોમાં
ને- 
ખરે યાદો ના પોપડા...!
- નંદિની 
તારા વિના ...
તારા વિના...
આમ જુઓ તો બધા છે જિંદગી માં 
તે છતાં એક ખાલીપણું છે ....
તારા વિના.....!
- નંદિની
ફાસલો ભલે છે તારી-મારી વચ્ચે..
સભર ખાલીપો છે આપણી વચ્ચે..
- નંદિની

વરઘોડો...

વરઘોડો...

આજે લોકો એ ખુબ ધામધૂમ થી ,
ઘરમાં એક ઢીંગલી ખરીદી લાવ્યા,
જીવતી-જાગતી એક ચીજ ...
તેને ઘરના "શો-કેસ " માં મૂકી 
ને - ચાલુ થઇ પરંપરા
ઢીંગલી ને દેખાડવાની...!
હસો - તો - હસે 
ને - ચાલી રમત હુકુમત ની ...
ઢીંગલી હસતી હસતી બધાની સગવડ ને -
અને તેમની ઈચ્છા મુજબ દિલ ને ફોસલાવે...
મન બહેલાવે...
ને ઢીંગલી ધીમે ધીમે જવાબદારી ના ભાર થી જીર્ણ થવા લાગી...
ત્યાં જ એને ફરીથી વરઘોડા ની અવાજ સંભાળ્યો .....! ?

- નંદિની
રીસામણા - મનામણાં ...
મનામણાં - રીસામણા...
એક હારે ... એક જીતે....
પણ અંતે એક આપણે....
- નંદિની 
જુઓ 
જિંદગી 
ચરે 
ઘાસ સમજી 
સમય ને - 
- નંદિની
અપભ્રંશ સ્મૃતિ ને ઝંકૃત કરે કોઈ , 
વાંસળી વગાડી ઝંખના જાગ્રત કરે કોઈ...
- નંદિની 
વસંતે શમણાંની મહેક મહોરી ઉઠશે...
વાસંતી રંગો થી મન મહેંકી ઉઠશે...


- નંદિની 
પદચિહ્ન ....!!!!
જે પોતાના નથી બની શક્યાં એ ....
જેને હજી સુધી ભૂલી નથી શક્યા એ ....
એવું એક સભર પદચિહ્ન ....!
- નંદિની

હાઇકુ

સમય સંગે 
આપણો સહવાસ
એજ વિશ્વાસ...


- નંદિની 

હાઇકુ

સપ્તરંગી 
સંયોજન મઠારે 
લાગણીઓને ....!


- નંદિની 
એક સભર ખાલીપો મોકલ્યો તને મેં ,
ને તું શોધે શબ્દો ની માયાજાળ ને .
- નંદિની 
કડવાશ પીધા પછી નું કડવું સત્ય ....!
કડવું સત્ય ને મધ ઝરતું જુઠ...
કશ્મકશ માં રહે અસ્તિત્વ ...!!!
- નંદિની 
પ્રતીક્ષા ....
યાદો ના ઉપવન માં જોયેલી માત્ર પ્રતીક્ષા .....! 
- નંદિની
મોજાં બની ને ઊછળે છે કોઈ ની યાદ...
પ્રતીતિ કરાવે અધૂરા પગલા ની છાપ .
- નંદિની 
તારા મિલન ની એક આશ જગાવી રાખું છું 
તું આવે ના આવે ડેલી એ દીવા પ્રગટાવી રાખું છું ....
- નંદિની 
આપણી વચ્ચે વહ્યા કરે છે શૂન્યાવકાશ ,
કોઈ નો સુંવાળો સંગ રચે મધુર અવકાશ .
- નંદિની 
તને 
લગાવ
કારણો નો - 
મને 
લગાવ 
તારા પ્રેમનો જ....!
- નંદિની
એની સાદગી માં જ મારી જિંદગી હતી 
જીવનભર ચાહી એ જ મારી બંદગી હતી.
- નંદિની 

હાઇકુ

રહસ્ય જ 
બનાવે જિંદગી ને - 
ગુઢાત્મક ...! 
- નંદિની
વનરાઈ ઓ ની સંગ ,
કુમાશ ને - સીંચ્યા કરું,
ભીતર ની કુમાશ ને ....!

- નંદીની 
ઝાકળ એટલે ધરા ના વિરહમાં ગગને સારેલા આંસુઓની છાબ ....! 
- નંદિની
મગતરું ના સમજીસ મને ,
ધારું તો માથે લઉં દુનિયા ને ...!
- નંદિની 

આ આયનાની ઉંમર કેટલી ???
ચેહરા પર નરી દેખાતી કરચલીઓ જેટલી ????
સુક્ષ્મ પરિવર્તન બિંબત કર્યા કરે રોજ - રોજ !!!
ગોરી થતી વાળ ની લટો,
ઝાંખી થતી આંખો ની ચમક ,
કે પછી - 
ઝાંખા થતાં અસ્તિત્વની ઝલક !!!
આ આયનાની ઉંમર કેટલી ???
- નંદિની


પોલું સમજી ને વિશ્વાસ મુક્યો તે 
સુરીલા સુર રેલાવ્યા મેં...
- નંદિની 

કહેવું તો ઘણુંબધું છે પણ ;
ઇતિહાસ ને સાચવો પણ જરૂરી છે....
કઈ કેટલી વાર્તા ઓ રચાયા કરે છે 
મારી આસપાસ ....
ખંડેર બની રહ્યો છું તો પણ 
હજી પણ મારા બાગ માં રોજ એક ફૂલ 
ખીલે છે ......
- નંદિની 
તરછોડ્યો 
એક લાગણીના 
છોડ ને 
..હવે 
જતન કરે છે 
મૂળ નું ....
કેવું વિભિન્ન 
પ્રેમસ્વરૂપ છે ...????!!!!


- નંદિની 
વરસાદમાં લખેલો આ પત્ર ભીનાશ ફેલાવે તો હું ક્યાં લખું...?
આ કોયલ નો ટહુકો તારી યાદ ને સાદ પાડે તો હું ક્યાં સાદ પાડું...?
આ વાસંતી વાયરા વાયા કરે તારેજ આંગણે ને હું પાનખર ને કેવી રીતે કહું કે કુંપણ ઉગાડે...?
આ નભમાં રહેલું એક બુંદ સાત રંગ માં સમાયી જાય તો બુંદ નો શો વાંક...?
એક અધૂરી સાંજ ની એ મુલાકાતમાં જ જિંદગી ખીલી ગઈ તો ગુનેગાર કોને કહું ..?
મુજ નામ માંહી વસ્યું તુજ નામ હવે સપનાં ના ઘર નું સરનામું કોને આપું..?
- નંદિની
હોળી ના રંગબેરંગી રંગો ની જેમ જ વિવિધ રંગો માં જીવતી એટલે હું જ ને ...
મમ્મીના ખોળામાં માથું મૂકી ને સુઈ જવું ...
દાદી સાથે રોજ ‘પરી ને રાજકુમાર’ ની વાર્તાઓ સંભાળવી...
દાદા સાથે દુકાન પર જઈને રોફ થી બેસવું....
બાળપણ માં નિર્દોષ મસ્તી કરતાં કરતાં શાળા પણ પૂરી કરી ....
કોલેજ બસમાં બેસી ને જવાનું.... 
ક્યારે પાપા સુઈ ગયા હોય તો ચુપકીદી એમનું સ્કુટર લઇ ને અકારણ ફરવા જવું...
રોજ ઘરમાં બધા ટોકે હવે તો તું “મોટી થઇ “ પતંગિયા ની જેમ હવે ઉડાન ના ભર...
કાલે સાસરે જઈશ તો સાસુ ટોકશે તને...
ને.... વડીલો એ પસંદ કરેલા ઘરે....વળાવી મને.....
સાડી પહેરી ને કામ કરતી વખતે હંમેશા વેસ્ટર્ન કપડાં યાદ આવતા...
રાતે છુપાવીને જીન્સ પહેરી ની અરીસા માં જોતી....
મમ્મી થી અલગ થવા ના વસવસા સાથે હું પણ ‘માં’ બની ...
એમના માં જ ઓતપ્રોત થતી ટીફીન બનાવું , સ્કુલે લેવા મુકવા જવું , તેમને ભણાવું ,
ને એમની સાથે બેસી ને ક્યારેક ડોરેમોન જોવું , કે ક્યારેક રંગોળી પૂરવી ,
પગથિયા રમવા ને દોરડા કુદવા.....
સાયકલ શીખવાડતા શીખવાડતા ડબલ સવારી સાયકલ ચલાવી ....
રોજ રંગબેરંગી જિંદગી ને માણવી....



- નંદિની 

કડવી વાસ્તવિકતા ...

કડવી વાસ્તવિકતા ...

છોકરીને નાનપણથીજ આમતો ઈચ્છાઓને દબાવતા આપણે શીખવીએ છીએ...
સાથે- સાથે સપનાં પણ આંખમાં રોપીએ છીએ...
હકીકતની દુનિયાથી અજાણ ને ,
સપનાની દુનિયામાં વિહરતી એ ;
ક્યારેક સપનામાં ર.પા. ની ‘સોનલ’ બને કે ,
શાંતઝરુખે વાટ નીરખતી રૂપની રાણી બનતી...
ઝાંસીની રાણી વિષે વાંચતા વાંચતા શૌર્ય ગુણ વિકસાવતી ...
ઝરણાંની જેમ ખળખળ વહ્યા કરતી...
અલાયદું અસ્તિત્વ પણ બનાવતી...
ને , કંઇક બન્યાનો સંતોષ માણતી...
જિંદગીમાં એ એકજ વખત ‘લક્ષ્મણ રેખા’ ઓળંગતી એ
સપ્તપદી ની વેદીમાં ...
અને...!
બાકીની જિંદગી એ વાસ્તવિકતા પચાવામાં વિતાવે...
હવે, એ સપનાં નથી જોતી ;
બસ નરી વાસ્તવિકતા ને જ જુએ છે ...!!!

- નંદિની 

-

એક 
ઓસબિંદુ
ને ; 
સાચવી ને 
મઢી છે 
અંગુઠી મહી.... 
ક્યારેક તો 
પહેરી બતાવ તું...!


- નંદિની 
તું નથી પણ એક ખાલીપો છે
રોજ એને સંસ્મરણો થી ઉછેરું છું.


- નંદિની

હાઇકુ

પડઘાય જો 
સાદ ને ગુંજે નભે 
પ્રિય તું ...તું ...તું ..!


- નંદિની 
બેસુરી બંસરી નો સુર છે સુરીલો ,
વાર્તા જ કંઈ એવી છે જીવનની .
- નંદિની
FOR WORLD SPARROW DAY. 

હુંફાળો માળો 
વસાવ્યો મેં મારા 
ઘર આંગણે .

-નંદિની
૨૦.૩.૧૨
:) 
World Poetry Day...!

કવિતા .....
"ક" કાગળ પર કોતરેલું 
"વિ" વિચારોનું રંગીન શાબ્દિક 
"તા" દ્રશ્ય ..

- નંદિની૨૧.૩.૧૨

હાઇકુ

અસ્તાચલે 
ડુબે નિરાશાઓને 
સ્વચ્છ મન.


- નંદિની 

હાઇકુ

માનવ અંત 
નોતરે કુદરત 
ને વિનાશક ...!


- નંદિની 
નાવ એકલી તરે,
સાત સમંદર 
હિંમત બોલી ;"ખમ્મા" 
ને, દ્રોહી બન્યાં કાંઠા...!
- નંદિની
પીળાશી ઝાંય 
ભળે ક્ષિતિજે  ને -
વ્યોમ ચાંચ  થી પકડે 
નિશા નો પાલવ....!
- નંદિની


હાઇકુ

અસ્તાચલે 
ડુબે નિરાશાઓને 
સ્વચ્છ મન.
- નંદિની 
અફળાઈ -અફળાઈ ને 
આકાર આપું હું 
પાષાણ
ને - 
જેમ ઓપ આપુ હું
આપણી જ પોતીકી 
દુનિયા ને ....!
-નંદિની
અઢી અક્ષર પ્રેમનો 
ને - 
અઢી અક્ષર દર્દ નો 
એક માં છે મીઠું દર્દ 
બીજા માં છે મીઠી યાદો ..!
- નંદિની 
भले हो मध्धम सुरज वोही है आख्ररी पता उन्को साथ कर ले ,
शाम की तन्हाईओ मे आज उन्की यादो को भी बाहोमे भर ले .
- NANDINI

Monday, April 9, 2012

હાઇકુ

શબ્દાવલી 
શબ્દ અશબ્દ ને 
શું નવીનતા...
- નંદિની
વણલખાયેલું ગીત 
ગુંજે દેહ્ડોલન માં 
જાણે કોઈ અર્પે 
ડોલતી એક
ગુલછડી...!

- નંદિની 

હાઇકુ

માનવ અંત 
નોતરે કુદરત 
ને વિનાશક ...!


- નંદિની 

કોલ ...

ના, જીવનભર નો કોલ દીધો ..!
ના, નામ-નિશાની આપી ...! 
તોયે આ કોણ છે ? 
જેને હૃદયપાટી પર...
કોરા પ્રશ્નો અંકિત કર્યા ?!
- નંદિની