Sunday, June 8, 2014

પ્રસ્વેદની મીઠાશ ...!

પ્રસ્વેદની મીઠાશ ...!

ખેતરમાં કામ કરતાં 
ખેડૂતએ ધરતી સંગ પાડેલાં
પ્રસ્વેદની મીઠાશ ...

કે પછી -

AC માં બેસી ને 
અજંપા સંગ પાડેલાં
પ્રસ્વેદની મીઠાશ ...

કે પછી -

ગામના પાદરે વડલાં નીચે
ઊભી ઊભી ટપાલીની રાહ જોતી
પ્રસ્વેદની મીઠાશ ...!

- નંદિની

टूटे हुए ख़्वाब

टूटे हुए ख़्वाब

बचपन से माँ ने ख़्वाब दिये
बड़ी होकर तुम मेरी तरह
चुला - चौका मत करना
एक अपनी पहचान बना ना
आज भी वो बर्तन साफ करते वक्त
उन ख्वाबों को भी साफ करती है।
शायद आज भी उसे कोई
मोका मिल जाए।
~नंदिनी~
ઢળતી સાંજ .....
ખરેલું પીંછું ...
બેકલવાયુ....
મારી સફેદ-ગુલાબી હથેળી માં 
જાણે - 
તારા જ સ્પર્શ ની વાટ નીરખતું ....
પાતળાં શ્વાસ સરકાવતું ... 
સહજતા થી ...
વસી ગયું .... 
સફેદ-ગુલાબી હથેળી માં ....! 

- નંદિની
મંટોડું બની ને
પીગળવા તૈયાર છું
શરત માત્ર એટલી કે-

તારા કલરવનો છંટકાવ
અને -
પગરવનું સંગીત મળે
-નંદિની
आज उसने फिर से जीना सीख लीया 
अपने मन को मना के 
अपने साये को दोस्त बनाना सीख लीया 
अंधेरे से दोस्ती कर के 
खुद के लिए जीना सीख लीया..। 

-नंदिनी
એણે કેલેન્ડર નું 
પાનું માની ને -
લાગણીઓને ફાડી નાખી ..!
બસ પછીથી 
જીંદગી ની શોધ ખોળ 
ચાલુ કરી ....!

- નંદિની
એ એક સ્ત્રી છે...

એક ધબકતી

ભારેલા અગ્નિ જેવી 

બંગડીઓ ના ખણકારમાં

સેંથીમાં ભરેલા કંકુની લાલાશમાં 

મંગળસૂત્રના સૂત્રમાં

ઝાંઝર ના ઝણકાર માં

જીવતી એકસાથે

પ્રેમ ને જીંદગી

કેટકેટલું સહન કરી લે છે....!

-નંદિની
રસ્તો ક્રોસ કરતા જ્યારે લાકડીવાળો હાથ મેં થામ્યો ત્યારે તું યાદ આવ્યો....!

ઘડપણની આંખોમાં હજી રંજ જોયો ને તું યાદ આવી ગયો....!

ગુલમહોરી છાંયામાં જ્યારે તડકો ડોકાયો ત્યારે તું યાદ આવી ગયો....!

-નંદિની

તારા માટે ઝૂરવું એટલે ?????

તારા માટે ઝૂરવું એટલે ?????

તું કહીશ કે માફ કરજે વહાલી આજે જરા
પર્યાવરણવાળા ઓ આવ્યા હતા ...
એટલે જરા મોડું થઇ ગયું ....
ને - પાછો વકીલ નો ફોન આવ્યો હતો ....
યાદ તો તારી આવતી હતી પણ શું થાય
ઓફિસમાં આંકડાઓની માયાજાળ માં
ગૂંચવાયેલો હતો .....!

ને -

હું , તારી હિચકે બેસી ને -
પડોશીઓની સાથે ફાલતું ટોપિક પર ની
ચર્ચાઓને ટાળતી ....
ઝૂરતી રહી ..... !

- નંદિની
 

હાઇકુ

કર્યું મે આજે 
મન નું જ આંગણું 
સાફ-સૂથરું...!

-નંદિની
પ્રસંગ - કિસ્મત - મન ખોટવાઈ  જાય છે ,
તીવ્ર યાદ ની સંવેદના સળવળી જાય છે.

- નંદિની

સમય ના ગર્ભમાંથી 
ચોરી કરી મેં 
પળોની-
જોને , કેવાં તૃણ 
ઊગી નીકળ્યાં 
આપણી રાહ માં ..!

- નંદિની
એક પર એક ઘા ઝીકી ને 
ખોખલા બનાવ્યા આપણે જ - 
વૃક્ષો ને ...!
કદાચ, આવી જ 
સંવેદનશીલતા 
પર - 
કેવી રીતે 
સ્ફૂરે કવિતા ....!????

- નંદિની

શું કરું ..?

તને ખોટું લાગે તો હું શું કરું ?
હું તો પળ માં ઝબુકી લઉં ...! 
ને તને ભીનાશ ના અડે તો - 
હું શું કરું ....?

- નંદિની

... કોઈ નામ ...

... કોઈ નામ ...

લીલીછમ વેલીઓની રંગોળી સંગ 
ઉગમણી દિશા ના સોનેરી કિરણો સંગ 
આભ-નીર ના મિલન ટાણે 
ડાબી બાજુ છાતી માં કોઈ નામ 
ભીતરે ખળભળે મુજ સંગ ....! 

- નંદિની

ટહુકા

રચે પાંદડે - પાંદડે 
કવિતા જુઓ કેવું 
કૌતુક કરે
આ કોયલ ના ટહુકા ...! 

- નંદિની

ભીતર ....!

ભીતર....! 

કોઈ ઝંખી રહ્યું છે...
તણખલાંના ખોળામાં
પોઢી જતા આ પંખી ને 
સાંજ ના સમયે 
કોણ રોકી રહ્યું છે....?
મારી જ ભીતર ....! ! ! 

- નંદિની