Monday, January 31, 2011



જિંદગી ની શુભ શરૂઆત
તારો સાથ ને -
સપ્તરંગી આસમાન...!

 - નંદિની

Saturday, January 29, 2011

હાઈકુ



રેતી ઉપર
લખી નામ, જાળવું ...
તને મન માં .
- નંદિની

હાઇકુ



એક શમણું
રાતવાસો કરે જો ,
મારા ઉર માં
-
નંદિની

હાઇકુ



વિતેલી પળ
આપે અસ્તિત્વને
અનોખો અર્થ.
- નંદિની

હાઇકુ



ઝંખુ છુ એક.
ચહેરાઓ ના મેળે
તારો ચહેરો.
-નંદિની

હાઇકુ



ચુપ છે હોઠ
ને હૈયાની વાતો
આંખો થી કરી...!

- નંદિની

Friday, January 28, 2011



તારી આંખો
એ- 
પૂછ્યા મને
સવાલો ???
ને-  જવાબમાં
આખી જિંદગી
કરી તારે નામ...!

- નંદિની

Monday, January 17, 2011







દિલ સાથે
લાગણીભીની
ગમ્મત કરીને -
હાર-જીત
નો -
હિસાબ માંગ્યો
એને ...?
- નંદિની

Sunday, January 16, 2011



સંવાદીતા ત્યારે જ સર્જાયી જયારે તારી મુક લાગણી આંખો થી બોલી ....! - નંદિની

હાઇકુ



ચાસેચાસમાં
વાવ્યાં બીજ પ્રેમનાં
ને ખીલ્યાં ફૂલ.

- નંદિની
સાવ સૂની બપોરે
એક પંખી આવીને
ટહુકો કરી ભરચક
આંસુ આપી

અચાનક
ક્યાં ગયું

કોઈ કહેતું નથી....
 

- નંદિની

Wednesday, January 12, 2011

સ્મરણ એટલે હાથમાં હાથ પરોવી ને રેતીમાં પગલાં પાડ્યાંનું વિસ્મરણ....!
- નંદિની ૧૨.૧.૧૧
મુઠ્ઠીભર રાખમાં સમાઈ જતું મારું અસ્તિત્વ ...
-
ને -
ફોટામાં સચવાયેલું મારું વ્યક્તિત્વ ...
ઉછેરાશે મારા પછી ની દુનિયામાં ...

-
નંદિની ૧૨.૧.૧૧
....યાદ કરે છે કોઇ એતો, બીજું કઇં નથી.
સાસરે વળાવેલી દિકરી ની યાદમાં,
 'માં' ને હેડકી આવે ને આંખમાં
ખુશી ના આંસુ કે - દિકરી યાદ કરે છે-
કોઈ એ તો , બીજું કઈ નથી....
 - નંદિની ૧૨.૧.૧૧

Friday, January 7, 2011

ઝંખના માં ઝૂરતી મારી લાગણીને-
મળ્યો આધાર તારી લાગણી નો...!


-નંદિની

Wednesday, January 5, 2011

દરિયાની જેમ
ઉછળવું ગમે
પણ-
નદી જો મળે
રસ્તામાં તો એમાં
સમાવું વધુ ગમે...!
 – નંદિની ૧૨.૧.૧૧

ઓસરતી વેળા એ
એના પગલાં
મળ્યાં ને -
લાંગરેલાં મન માં
ઉમટ્યા તોફાન ...

- નંદિની

ઝંખના
ને -
સુકાન
મળ્યું
તારી હથેળીમાં ...
- નંદિની

Sunday, January 2, 2011



 
જિંદગીમાં
તારો હસ્તક્ષેપ
હસ્તમેળાપ
સુધી
વિસ્તર્યો.
- નંદિની

Saturday, January 1, 2011

અધૂરા વાક્યો   નો   ઇતિહાસ  રસપ્રદ  છે ,
અધૂરી મુલાકાત ની એ સાંજ અર્થસભર છે..


- નંદિની
વ્યક્ત શબ્દો નું વ્યક્ત મૌન ..
ને
મેઘધનુષી જિંદગી.....!


- નંદિની