Thursday, May 26, 2011

હાઇકુ

સ્વપ્નમાં
નડે સુરજ મને
રાતે તડકો..

~ નંદિની



Monday, May 23, 2011


ઊગતા સૂર્ય
સંગ ;
મુઠ્ઠીભરી
ને -
તડકો
ઉડાડ્યો ને ...
વાતાવરણમાં
ભળી
ધુમ્મસી
ભીનાશ ....

તારા પ્રેમની ...!
~નંદિની ~





પહેલા જયારે
આપણે દરિયાની
રેતીમાં
એકસાથે
ચાલતા - ત્યારે
આપણા પગલાંની છાપ
પણ સાથે-સાથે
ચાલતી
ને -
આજે, એ છાપ
અંકિત છે
હૃદયના કોઈ
ખૂણામાં ને
સાથે
કોઇજ
નથી....!
~ નંદિની ~

Sunday, May 8, 2011

હાઇકુ

હકડેઠઠ
ઉમટે લાગણી ને -
તું બેખબર....!

- નંદિની

હાઇકુ

જુદા પૃષ્ઠો
ને , ગોઠવે જિંદગી
એકબીજાને

- નંદિની



હાઇકુ

જિંદગી જુદી
ગોઠવે ગોઠવણ
શેં, થાશે પૂરી....
-નંદિની

જિંદગી


જિંદગી
ગોઠવે
મને
... કે
હું
...ગોઠવું
જિંદગી
ને , - ? !
એકબીજાને
ગોઠવીએ
હું - ને - આ
જિંદગી...

- નંદિની

હાઇકુ

રચે અજાણે
દર્પણના ટુકડા
નવો ચેહરો
- નંદિની




ગરમાળો.....
ગુલમહોર.....
ને તારું નામ
આપે શીતળતા ......

- નંદિની

હાઇકુ


સ્મિત તારું
ઓગાળે મને જાણે
કે ,હું બરફ..!
- નંદિની


હાઇકુ

ઈશ ભરોશે
તરે કાગઝી નાવ
સથવારે તું ...

- નંદિની




ભસ્મીભૂત
થયું અસ્તિત્વ
તારા પ્રેમ માં
રાખ બની ને
ફરીથી થયું જીવંત
...પ્રેમ જાણે કે
ફિનિક્ષ્ પંખી .........
- નંદિની
હાથ માં છે ;
કોફી નો મગ
ને સાથે છે
તારી યાદો ની
લીલીછમ ક્ષણો...

- નંદિની



"મિત્ર"


તું
એટલે
મને
ડગલે
ને -
...પગલે
મારા
અટકતા
શ્વાસ
પર
વિશ્વાસ
દેવડાવનાર
" મિત્ર " .....
- નંદિની



સુકવી દીધી મારી જાત ને
તડકામાં ને -
ઉજાસ ફેલાયો
મારા ઘર ના ખૂણે ખુણામાં .....
- નંદિની

ચીસ

ચુપ છુ હું
ને તે છતાં -
ભીતરે
પડઘાયા
કરે છે -
ચીસ .....


- નંદિની




‎. . . જુસ્તજુ
. . . આરઝુ
. . . અધૂરા સપનાં
. . . વણસંતોષાયેલી જિંદગી
. . . એક છે મંઝીલ
. . . રાહ અલગ - અલગ
- નંદિની

....હું.....

કપડા પર પડતા ધોકા ના અવાજ માં
ધબ...ધબ... ધબ...
વઘાર ના છમકાર માં
છમ...છમ... છમ...
કુકર ની સીટી માં
રોટલી વણતા કાચની બંગડીઓ ના રણકાર માં
કોઈ અજાણ્યાં એ કરેલો દરવાજા પર
ટકોરા ના ટક...ટક... ટક... થી
ઘડિયાળ ના ટક..ટક..ટક...
વચ્ચે નિરાંત નો શ્વાસ લેવા મથતી
હું ...
વાસણ ના ખખડાટ માં ને
વહેલી સવારે ચણવા આવતા
કબૂતરો ની પાંખો ના ફફડાટ માં
એફએમ. પર વાગતા જુના ગીત માં
તેની તાલ પર થીરકતા મારી પાયલ ની ઝણકાર માં
સવારે ઉઠી ને "BED TEA "માંગતી તારી આંખોના
ઈશારામાં અટવાયેલી
હું ...

છોકરીઓ ને બસસ્ટોપ પર મુકવા જતી બસ ની
બીપ...બીપ...બીપ...
પૂજા કરતી વખતે વગાડતી ઘંટડી ના અવાજ માં
આ બધી પળ
વચ્ચે ની પળોમાં મારા હૃદય ના ધબકાર માં સમાતી
હું...
- નંદિની  (૫.૫.૨૦૧૧)