Wednesday, February 16, 2011

મારે ત્યાં તો ચોમાસું બારેમાસ છે ;
ને તું સાચવે છે એને લીલેરાં રણમાં.
- નંદિની
આંસુ  સાથે તો  રાતદિન સંબંધ છે
નવો સંબધ આપવો હોય તો -
બસ તારું એક સ્મિત આપ મને.. :)
- નંદિની
એક   ક્ષણ    ને    વાવી   જિંદગીમાં
કેલિડોસ્કોપ ની સુંદર રચના મળી...!
- નંદિની
જખ્મ આપે તે પ્રેમ :)
ને જે મલમ લગાવીને
જિંદગીમાં ફરી થી
મહેકવાની પ્રેરણા
આપે તે દોસ્ત.... :)
- નંદિની

હાઈકુ

શંકા કુશંકા
મથરાવટી મેલી
દંડાય કોણ?

-નંદિની

હાઈકુ

ઝાકળબિંદુ
સ્પર્શે સુગંધિત
નયને - ભેજ.
-નંદિની

હાઈકુ

અપેક્ષાચક્ર
મુંઝે અસ્તિત્વ
ગુંચે જિંદગી...
- નંદિની

હાઈકુ

મહોરું જુઓ
હું તો પારિજાતનું
ફૂલ બની ને ...
- નંદિની

હાઈકુ

જલાવી જાત
ને-ધૂપસળી જેમ
રાખ બની હું....
- નંદિની

હાઈકુ

ધૂપસળી ના
ધુમ્રસેર ની જેમ
ફેલે સુગંધ .
- નંદિની

Tuesday, February 8, 2011

પ્રેમ...!

o    આજકાલ નો પ્રેમ...
Instant  પ્રેમ...!
FACEBOOK પર ‘Hi’ થી start થાય ...
Chating માં ‘ Wasss up ?’ ને ...
143 કહેતાં Love Start…
Chating નું  Setting CCD કે Barista માં કૉફી ના SIP લેતાં લેતાં થાય...
એકબીજા વગર ના રહી શકવાની કસમ E-mail થી FWD થાય....
માં-બાપ ને પણ કુતુહલ થાય તો ...
બેટા/બેટી બોલે Mom- Pa Just Chill
U r So Old Fashioned….
આજ તો આજકાલ નો Trend છે ...
ને  FACEBOOK પર online meeting થાય
Muaaah …. Muaaah… <3 u … <3 u …
કહેતાં કહેતાં કંકોત્રીના BLOG રચાઈ  જાય....
ને સપ્તપદીના ફેરામાં જિંદગી ની FACE-BOOK બદલાઈ જાય....
- નંદિની

Monday, February 7, 2011


ચુપચાપ
તમાશા
દેખો -
આગમાં શેકાય
લાગણી જો.....!
 
- નંદિની
રોકી લાગણી   ને તો    ખોવાઈ  ગઈ....
- ને તમાશો  જોવા દુનિયા  આવી  ગઈ...

ખુલાસા માં જ જિંદગી તમાશો બની ગઈ ...
ને આગ ને દેખી ને લાગણી પણ શેકાઇ ગઈ...
- નંદિની

હાઇકુ

શંકા કુશંકા
મથરાવટી મેલી
દંડાય કોણ?
- નંદિની

Wednesday, February 2, 2011





પીઠ પાછળ
ટીકા નો ધારદાર
અસ્ત્રો ચાલાવીને
કર્યું લાગણી નું
સ્ટેબિંગ... :(

- નંદિની

હાઈકુ



જુવાન બેટી
ખાટલાં નીચે સાપ...!
કેવી માન્યતા...?

- નંદિની

હાઈકુ



હજારો ડંખ
મધપુડા ને પ્રેમ
ને મીઠી યાદ.......... !

- નંદિની