Nandini Poems world
Wednesday, December 29, 2010
...આ મહેકતો
કોરો કાગળ
જાણે-
તે જ લખેલો
અદ્રશ્ય
પ્રેમપત્ર.
- નંદિની
બહાર થી છલોછલ
ને -
ભીતરે કોરાપણું
વિસ્તરે છે ;
એ રણ .
..
વિસ્મય ની જેમ ...!
- નંદિની
Thursday, December 23, 2010
હું એટલે મંદિર ની ઝાલર...
હું એટલે મંદિર નો ઘંટનાદ
હું એટલે શંખનાદ
હું
એટલે તારો જ એક નાદ.
- નંદિની
મન ના અરીસા પર જામી
ભૂતકાળ ની ધૂળ
ને
એણે બદલી નાખી તસ્વીર.
- નંદિની
Wednesday, December 22, 2010
હું એટલે ડાયરી માં સાચવેલું ગુલાબ નું ફૂલ ...!
હું એટલે ચાંદની રાત માં પારીજાત ની મહેક ...!
હું એટલે અનેક કાંટા ની વચ્ચે ઊગેલું કેક્ટસ ફ્લાવર...!
- નંદિની
હું એટલે તારા અસ્તિત્વ માં ઓતપ્રોત થયેલી એ હું જ ને..!
- નંદિની
હું એટલે પાંખો વગર નું પંખી...!
હું એટલે ન ઉડેલી ઉડાન ...!
- નંદિની
વાર્તા નો જુઓ
કેટલો સરસ
આવ્યો અંત કે -
પાછાં વળતી વેળા
એ-
વાળી લીધાં મન ...!
-નંદિની
Sunday, December 12, 2010
જિંદગી જીવન માં ઘણા એહસાસ કરાવે છે
પણ કોઈ દોસ્તને મળવા માટે રાહ જોવી
એ એક અલગ અંદાઝ છે જિંદગી નો.....
-
વાચા આપી ને
મુક થઇ ગયા
ને-
જિંદગી ને પ્રસંગોથી
...
છલોછલ બનાવી ગયા.
- નંદિની
મિલનનો કોલ દઈને વિરહ આપી ગયા,
સંવેદના ને- વેદના બનાવી ગયા.
- નંદિની
Friday, December 3, 2010
તું દુર છે , છતાંય
પાસે છે .
આપણી અલગતાને
પણ
'એકાકાર' કરતો સેતુ
એટલે
'પ્રેમ' જ ને-
- નંદિની
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)