Monday, November 29, 2010

બારી તો ઉઘાડી
ને -
મહેક્યો મોગરો
ને -
યાદ આવી ...
...આપણી એ મુલાકાત..!


- નંદિની
મુઠ્ઠી ખોલી ને જોયું તો હાથમાંથી રેતી પણ સરકી ગઈ.

સમય ની સાથે સાથે મિલન ની એ વેળા પણ સરકી ગઈ.

- નંદિની
અષાઢી માટીની મહેક

ને-
ફાગણીયો વાયરો
મળવા આવ્યો
આ શીતળ શિયાળામાં ...!

- નંદિની

ટન...ટન...ટન...



ટન...ટન...ટન...
વેકેશન ની મસ્તી મુકો ને
સમય આવ્યો નિશાળે જવાનો
ભાગો.... દોડો....ભાગો....દોડો...
હોર્ન વાગ્યું ગાડીનું ...
બીપ..બીપ..બીપ..
યુનિફોર્મ પહેરીને -
દફતર ને પાણીની બોટલ લઇ ને
દોડ્યું આવતીકાલનું ભવિષ્ય ....
"ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ "
ને નિશાળ થઇ ચાલુ...
ટન...ટન...ટન....

- નંદિની

Friday, November 19, 2010

ચાંદ ની આડમાં
તને જોયો
ને-
લાલીમા દેખાયી
ચાંદ માં ...!
...- નંદિની

અશ્કો ...

ખુશી ને આંખો નું
સરનામું મળ્યું ને -

અશ્કો સમાઈ ગયા
દરિયામાં ....!

- નંદિની

Friday, November 12, 2010

સપનાં...

સપના ....
શું કહું હું સપનાં વિષે ... શમણાં ... ખ્વાબ ... કે એથી વિશેષ આપણી પોતિકી દુનિયા ...
જ્યાં મારા જેવા લાખો લોકો જોતા હશે ને સાકાર કરતા હશે ... અને તૂટે તો ફરીથી નવી કુંપળ ફૂટે તેમ નવા સપનાં જોવાના ને બમણા જોશ થી તેને પુરા કરવાના ...એક કવિ એ તો એમ પણ કહ્યું છે ; મારે એ સ્વપ્નાં જોઈએ છે . પણ  એ લોકો ને મારા સ્વપ્નાં જોઈએ છે  તેનું શું ? દરેક જણ ને બીજા ના સ્વપ્નાં ખુબસુરત લાગે છે. કાબરચીતરા ને અટકચાળા સપનાં ક્યારેક સાચા પડે ને ક્યારેક સોનેરી હરણ બની ને અદૃશ્ય થઇ જાય છે .સાયકલ પરથી એક્ટીવા ને પછી નાની કાર કે MERC મિજાજે મિજાજે બદલાય છે સપનાં ...
તો ક્યાંક નોકરી માં તરક્કી ને તો ક્યાંક બિઝનેસમાં ... તો વળી ક્યાંક અવ્વલ નંબરે પાસ થવાના સપનાં ... તો પોતાના પ્રિયજન નો સાથ પામવાના સપનાં ... ઇન્દ્રધનુષી સપનાં કે પછી black and white  સપનાં
પણ સપનાં તો સપનાં જ છે જે જોવા મને તો ખુબ ગમે  ને સાકાર કરવા ના પ્રત્યનો પણ એજ જુસ્સા થી કરવું ગમે ...સપનાં માં સાચું શું ને ખોટું શું એ તો મસ્ત મીઠા શમણાં છે ...રોજ રાતે આપણે જીવીએ છીએ એક અલગ દુનિયા જ્યાં બધીજ ગણતરી ઓ ખોટી પડે ને ...શરુ થાય એક સ્વપ્ન યાત્રા …દરેક ના જીવનમાં સપનાં ની એક અનેરી દુનિયા જાગ્રત હોય છે ને નિદ્રાધીન થાય ત્યારે એ દુનિયા મા સારી પડે છે.
સપનાં માં મેં જોયા શમણાં ને શમણાં થયા આપણા ખ્વાબ ...ને મળ્યો એક મનગમતો એહસાસ. ને તારો સંગ મારી પોતાની જ એક આગવી દુનિયા છલોછલ છતાં પણ બધા થી અલિપ્ત ....
સપના ને આજે પાંખો આવી
-
ને મને પણ...
...
હું પણ ઊડી તારી સાથે ઝંખના ની પેલે પાર....
જયારે મને મન થાય ત્યારે હું તને મારા સપનાં મા બોલાવી લઉં છું ને તારી સાથે ખુબજ વાતો કરું છું. નાજુક  ને નમણી યાદો ની સેજ સજાવી.ને -
આપણું મન એટલે એક આવનજાવન શમણાં ની.
આંખોમાં શમણાં ને 
રોજરોપું છું...ને 
- હકીકત બને તે
પહેલા શમણાં
ઊડી જાય છે ..!

-નંદિની


મારા મન પર
ને- 
બહાર આકાશમાં
છવાયેલા છે;
તારા પ્રેમ ના વાદળો ....
આંખો માંથી
વરસાદ વરસ્યો
ને -
મારા કોરાં સપનાં  બળી ગયા ...
ને -
તારી યાદો એ મને બાળી..!

- નંદિની