Sunday, October 24, 2010

દિવાળી ના અંધકાર ને આપણે દીવડા ઓથી સજાવીએ છીએ ; પણ મન ના અંધકાર ને ....કેવી રીતે ...?..!
દિવાળી કામ એટલે અભરાઈ પર પડેલી યાદો ને માંજી ને ચકચકિત કરી ને પાછી મન ની અભરાઈ પર મૂકી દેવું તે જ ને ...?
બંધ મુઠ્ઠીમાંથી
રેતી સરકી જાય
તેમ સમય પણ
સરકી ગયો ...
...
ને -
આજે ફરી આવી
શરદ પૂનમ ની રાત...!

- નંદિની
(૨૩.૧૦.૧૦ )

Monday, October 18, 2010

શ્વાસ

મીઠી મહેકતી પળો
આજે પણ
મારા શ્વાસ માં...

ધબકે છે ...
શું તારા

શ્વાસ માં પણ .....???

- નંદિની
(૧૮.૧૦.૧૦)

Friday, October 15, 2010

આશ ...



આજે ચાંદ માં પીળાશ
છે -
લાગે છે એને
તારી ઝલક ની
આશ છે ...

- નંદિની

(૧૫.૧૦.૧૦)

Wednesday, October 13, 2010

Padchhaya (પડછાયા)



એકમેક
થી
અલગ હોવા
છતાં
એકાકાર
છે;
આપણાં
પડછાયા...
- નંદિની

Tuesday, October 12, 2010

kanto (કાંટો)



આંસુભીનો હિસાબ
માંગ્યો તમે
ને -
ગુલાબ નો
કાંટો વાગ્યો
મને...

- નંદિની(૧૨.૧૦.૧૦ )

Friday, October 1, 2010

સવાર એટલે નવેસર થી પ્રિયજન ને સમજવાની શરૂઆત...!
- નંદિની
અતીત ના

પડઘા

પડછાયા

બની ને

જીવંત છે

મારા ઉર માં ...!

- નંદિની
સન્નાટા ના
પડઘામાં
એક તું

કેમ
રહ્યો મૌન....??!!!

- નંદિની


જીવન ને પણ વર્ષો  નો  થાક  લાગે છે ,
સદીઓ ના ભાર નીચે કચડાતું લાગે છે,
જ્યાં    મનભેદ  હવે  મનમેળ  લાગે  છે .
- નંદિની

આંખોમાં
શમણાં ને
રોજ
રોપું છું...
ને -
હકીકત
બને તે
પહેલા
શમણાં
ઊડી
જાય છે ..!

- નંદિની